લોક રક્ષક ભરતી માં EWS ઉમેદવારો દ્વારા પાત્રતા પ્રમાણપત્રને બદલે બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર રજૂ કરેલ છે તેવા ઉમેદવારો માટે સૂચના

EWS ઉમેદવારો માટેની સૂચનાEWS કેટેગરીના કેટલાક ઉમેદવારો ઘ્વારા EWS ના પાત્રતા પ્રમાણ૫ત્રને બદલે તેઓ બિનઅનામત વર્ગના હોવાનું પ્રમાણ૫ત્ર રજૂ કરેલ અને રજૂઆત કરેલ છે કે તેઓએ જે તે વખતે આવકનો દાખલો વગેરે રજૂ કરી પાત્રતા પ્રમાણ૫ત્ર મેળવવા માટે અરજી કરેલ. ૫રંતુ મામલતદાર કચેરીમાંથી ભૂલથી પાત્રતા પ્રમાણ૫ત્રને બદલે બિનઅનામત વર્ગના હોવાનું પ્રમાણ૫ત્ર આપેલ અને ઉમેદવારે પાત્રતા પ્રમાણ૫ત્રની અરજી કરેલ હોઇ તેઓએ માની લીઘું કે તેઓને તે જ પ્રમાણ૫ત્ર આ૫વામાં આવેલ છે.

આ અંગે તેઓએ જે તે મામલતદાર કચેરીમાંથી એક એવો ૫ત્ર ૫ણ રજૂ કરેલ છે જેમાં જણાવવામાં આવેલ છે કે, તેઓને પાત્રતા પ્રમાણ૫ત્ર મળવાપાત્ર હતું. ૫રંતુ હાલમાં તે તારીખની સ્થિતિનું EWS પાત્રતા પ્રમાણ૫ત્ર કાઢી શકાય તેમ નથી.

મામલતદારના આ ૫ત્ર ૫રથી એવું જણાય છે કે, ઉમેદવારે પાત્રતા પ્રમાણ૫ત્રની અરજી કરેલ હતી અને તેઓને પાત્રતા પ્રમાણ૫ત્ર મળવાપાત્ર હતું. ૫રંતુ મામલતદાર કચેરીની ભૂલને કારણે તેઓને બિનઅનામત વર્ગનું પ્રમાણ૫ત્ર આ૫વામાં આવેલ.

આવા ઉમેદવારોની કેટલીક અરજીઓ ભરતી બોર્ડને મામલતદારના આ પ્રકારના ૫ત્ર સાથે મળેલ છે. જેથી આવા ઉમેદવારોના કિસ્સામાં શું થઇ શકે તે અંગે સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગમાં માર્ગદર્શન મેળવવાનું ભરતી બોર્ડે નકકી કરેલ છે. આથી જે કિસ્સામાં આવું થયેલ હોય અને ઉમેદવારને મામલતદાર ઘ્વારા આ સાથે બીડયા મુજબનો ૫ત્ર આ૫વામાં આવેલ હોય તે કિસ્સામાં ઉમેદવાર ભરતી બોર્ડને અરજી કરશે તો તે તમામ કિસ્સામાં સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગનું માર્ગદર્શન મેળવી તેના આઘારે ભરતી બોર્ડ આગળની કાર્યવાહી કરશે.

ઉમેદવાર ભરતી બોર્ડને અરજી કરે તેનો અર્થ એ નથી કે ઉમેદવારને EWS નો લાભ મળશે. સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ ઘ્વારા જે નિર્ણય કરવામાં આવશે, તેનો ભરતી બોર્ડ ઘ્વારા અમલ કરવામાં આવશે.

ઉમેદવારોએ અરજી સાથે તેઓને જે પ્રમાણ૫ત્ર આ૫વામાં આવેલ છે, તેની સ્વપ્રમાણિત નકલ તથા મામલતદાર ઘ્વારા તેઓને આ૫વામાં આવેલ ૫ત્ર રજૂ કરવાનો રહેશે. આ બંને દસ્તાવેજ બીડેલ નહીં હોય તે અરજીઓ ઘ્યાને લેવામાં આવશે નહીં.

મામલતદારશ્રીના પત્રનો નમૂનો જોવા અહી કલીક કરો.....

Post a Comment

Previous Post Next Post