LRD Male and Female General Marks wise Merit No | Category marks wise merit number | Selection Category wise merit number analysis 2022

LRD માં કુલ- 20836 ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ જાહેર કરવામાં આવે છે. આ તમામ ઉમેદવાર મહિલા અને પુરુષ નું જનરલ મેરીટ નંબર અને કાસ્ટ પ્રમાણે મેરીટ નંબર નું એનાલિસિસ તા.ર૮/૦૬/ર૦રર ના ભરતી બોર્ડ ની વેબસાઇટ પર મૂકવામાં આવેલ pdf પરથી બનાવેલ છે આમાં 0.09% ભૂલ હોય શકે આ એનાલિસિસ ઓફિસિયલ નથી જેની દરેક વિધાર્થીએ નોંધ લેવી આ મેરીટ વિષે ભરતી બોર્ડમાં ફોન કે ઈમેલ કરવો નહીં આ મેરીટ માત્ર તમને ખબર પડે કે આપડું નામ કેટલે છે તે માટે બનાવેલ છે.લોકરક્ષક કેડરની ભરતીમાં દસ્તાવેજ ચકાસણીની યાદી તથા ગુણ જાહેર કરવા બાબત

લોકરક્ષક કેડરની શારીરિક કસોટીમાં મેળવેલ ગુણ, લેખિત કસોટીમાં મેળવેલ ગુણ તથા વધારાના ગુણ (જેવા કે, રમતગમત, વિધવા, NCC “C” સર્ટીફીકેટ તથા રક્ષાશક્તિ/રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના ડીગ્રી/ડીપ્લોમાં અંગેના મળવાપાત્ર ગુણ) સહિત મેળવેલ કુલ ગુણ મુજબ દસ્તાવેજ ચકાસણીની યાદી તૈયાર કરવામાં આવેલ છે.

માજી સૈનિકના કિસ્સામાં જે તે કેટેગીરીના કટ-ઓફમાં ૨૦%નો ઘટાડો કરી દસ્તાવેજ ચકાસણી માટે પસંદગી કરવામાં આવેલ છે.

અનામત કેટેગીરીના જે ઉમેદવારોએ ઉંમરનો અથવા ST કેટેગીરીના ઉમેદવારોએ ઉંમર અથવા ઉંચાઇનો લાભ લીધેલ ન હોય અને જનરલ કેટેગીરીના કટ-ઓફ કે તેથી વધુ ગુણ ધરાવતા હોય તેવા ઉમેદવારોનો જનરલ કેટેગીરીની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે.

સરખા ગુણવાળા ઉમેદવારોના કિસ્સામાં જે ઉમેદવારની ઉંમર વધુ હશે તેને મેરીટમાં ઉપર મૂકવામાં આવેલ છે.

જે કિસ્સામાં ગુણ અને ઉંમર બન્ને સરખા થતા હોય તો વધુ ઉંચાઇવાળા ઉમેદવારને મેરીટમાં ઉપર મૂકવામાં આવેલ છે.

રમતવીરોના કિસ્સામાં તેમના લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના ૫% ગુણ ઉમેરી દસ્તાવેજ ચકાસણીની યાદી બનાવવામાં આવેલ છે.

વિધવા ઉમેદવારના કિસ્સામાં તેમના શારીરીક કસોટીના માર્કસ તથા લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના ૫% ગુણ ઉમેરી દસ્તાવેજ ચકાસણીની યાદી બનાવવામાં આવેલ છે.

ભરતીની સમગ્ર પ્રક્રિયા દરમ્યાન કોઇપણ રીતે ગેરરીતી કરનાર ઉમેદવારોને ગેરલાયક ઠેરવવાં માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહેલ છે. જો આવા કોઇપણ ઉમેદવારનો દસ્તાવેજ ચકાસણીની યાદીમાં સમાવેશ થયેલ હશે તો તેને કોઇપણ તબક્કે ગેરલાયક ઠરાવવામાં આવશે.

કેટેગીરીવાઇઝ કટ-ઓફ નીચે મુજબ છે.

(A) પુરૂષ ઉમેદવાર

કેટેગીરીકટ-ઓફ માર્કસપસંદગી પામેલ ઉમેદવારની સંખ્યા
GENERAL૮૦.૩૦૦૭ર૧૬
EWS૭૦.૭૦૫૧૮૦૭
SEBC૭૪.૬૧૦૪ર૬૦
SC૭૦.૧૯૫૧૧૫૬
ST૫૮.૫૮૫ર૫૪ર

(B) મહિલા ઉમેદવાર

કેટેગીરીકટ-ઓફ માર્કસપસંદગી પામેલ ઉમેદવારની સંખ્યા
GENERAL૬૬.૭ર૫૧૭૫૦
EWS૫૦.૦૩૫૩૫૮
SEBC૬૧.૩૫૦૯૧૧
SC૫૯.૪૭૦ર૬ર
ST૫૦.૦૩૫૪૬૭

(C) માજી સૈનિક ઉમેદવાર

કેટેગીરીકટ-ઓફ માર્કસપસંદગી પામેલ ઉમેદવારની સંખ્યા
GENERAL૬૫.ર૩૫૫૦
EWS૬૬.૯૦૦૦૩
SEBC૫૯.૮૦૦૪૪
SC૫૬.૮ર૦૦૯
ST૬ર.૧૭૫૦૧

દસ્તાવેજ ચકાસણી માટે પસંદગી પામેલની યાદી જોવા માટે અહી કલીંક કરો...

લોક રક્ષક ભરતી માં તમારું જનરલમાં અને કાસ્ટમાં કેટલું નામ છે ? તે મેરીટ નંબર જોવા માટે તમારો Roll No.ના 8 અંક ની આપેલ બોક્સ માં એંટર કરો





















Post a Comment

Previous Post Next Post